VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

One Nation One Subscription Notice

By

gasclibrary

/

January 20, 2025

આથી કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ તથા
વિદ્યાર્થીઓને જણાવવાનુ કે ભારત સરકાર દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ એક નવી
કેન્દ્રીય યોજના વન નેશન વન સબસ્ક્રિપ્શન (
ONOS)ને અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર
સરકાર અને રાજ્ય સરકાર સંચાલિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 30 થી વધુ પ્રતિષ્ઠિત
આંતરરાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા પ્રકાશિત તમામ સંશોધન સામયિકો વિદ્યાર્થીઓ, અધ્યાપકો
અને સંશોધકો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ યોજનાનું સંપૂર્ણ સંકલન
INFLIBNET દ્વારા કરવામાં આવેલ છે.

અત્રેની કોલેજને ઉપરોક્ત ONOS અંતર્ગત ૧૩૧૩૬ થી વધુ ઈ-જર્નલ્સનો એક્સેસ મળેલ
છે. ગ્રંથાલય વિભાગ દ્વારા તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓના
User ID અને પાસવર્ડ
ક્રિએટ કરવામાં આવેલ છે, જે આપને આપના રજીસ્ટર ઇમેલમાં મેળેલ હશે. જે અ
ધ્યાપકો અને વિદ્યાર્થીઓને User ID અને મળેલ નથી
તેઓએ ગ્રંથાલયમાં સંપર્ક કરવો.

ONOS નો એક્સેસ કરવા
https://onos.gov.in વેબસાઈટ પર LOGIN માં USER LOGIN પર ક્લિક કરવું જેમાં STATEGUJARAT તથા INSTITUTE NAME માં Gujarat Arts & Science
College
સિલેક્ટ કરી LOGINમાં આપના User ID અને Password નાખાવાના
રહેશે.